<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખામધ્રોળ ગ્રામ પંચાયત ઓફીસ પાસેથી સ્ક્રોપીયો ગાડીમાંથી વિદેશી દારૂનની ૬૯૬ બોટલો-ટીન સહિત રૂા.૫,૦૬,૬૪૦/ સહિત.રૂા. ૧૨,૭૬,૬૪૦/- ના મુદામાલની હેરાફેરી કરતા ૩ ને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ

યશ મેરામણભાઇ કટારા, મંગલમ અજયભાઇ તાવડે, જયદિપ હિરાભાઇ ખાંભલાની ધરપકડ : ભીમા ડાયાભાઇ શામળા અને જગા ડાયાભાઇ શામળાની શોધખોળ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭ : જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી/દેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય 

          જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઇન્સ. કૃણાલ એમ.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.સબ ઇન્સ. ડી.કે.સરવૈયા તથા પો. હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, ભુપતસિંહ સિસોદીયા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, જેઠાભાઇ કોડીયાતર નાઓને સંયુક્તમાં ખાનગી બાતમીદારો મારફતે ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, “જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ ગામમાં ગ્રામ પંચાયતની ઓફિસ પાસે રહેતો યશ મેરામણભાઈ કટારા ગે.કા. રીતે ગુજરાત રાજ્યમાં પ્રતિબંધીત એવો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના રહેણાંક મકાન પાસે હેરાફેરી કરે છે.”

         તેવી ચોક્ક્સ હકિકત મળતા તાત્કાલીક ખામધ્રોળ, ગ્રામ પંચાયત ઓફિસ પાસે આવેલ શેરીમાં ત્રણ ઇસમો સ્કોર્પીયોમાંથી પુઠાની પુટીઓ હેરાફેરી કરતા જોવામાં આવતા મજકૂર ત્રણેય ઇસમોને જેમના તેમ પકડી મળી આવેલ દારૂના જથ્થા બાબતે પુછતા યશએ જણાવેલ કે,આ  જથ્થો ભીમા ડાયાભાઇ શામળા રહે.જૂનાગઢ, ગાંધીગ્રામ, સિધી સોસાયટી વાળા પાસેથી મંગાવતા ડ્રાઈવર મંગલમ દારૂ ભરેલ સ્કોર્પીયો ગાડી આપવા આવેલ તેમજ જયદિપ પોતાની એકસેસ લઇને દારૂનો જથ્થો લેવા આવેલ હોવાનુ જણાવેલ તેમજ સ્કોર્પીયોના ડ્રાઇવર મંગલમએ જણાવેલ કે, સદરહું દારુ ભરેલ સ્કોર્પીયો જગા ડાયાભાઇ શામળા રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, સિધી સોસાયટી વાળાના કહેવા મુજબ આપવા આવેલ હોવાનું જણાવતા તમામ મુદામાલ કબ્જે કરી જુનાગઢ તાલુકા પો.સ્ટે. પ્રોહીબીશન એક્ટ. મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

      પોલીસે  યશ મેરામણભાઇ કટારા, ઉ.વ. ૨૦, રહે. ખામધ્રોળ, ગ્રામ પંચાયત ઓફિસની બાજુમાં, જૂનાગઢ, મંગલમ અજયભાઇ તાવડે, ઉ.વ. ૨૫, રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, નાલંદા,સ્કુલવાળી ગલીમાં, જયદિપ હિરાભાઇ ખાંભલા, ઉ.વ. ૨૭,રહે. ખામધ્રોળ ગામ, ધાર વિસ્તાર તા.જી. જૂનાગઢની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભીમા ડાયાભાઇ શામળા રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, સિધી સોસાયટી અને જગા ડાયાભાઇ શામળા રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, સિધી સોસાયટીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

     પોલીસે  ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા ટીન મળી કૂલ નંગ – ૬૯૬.३८. ५,०६,६४०/-,સ્કોર્પીયો રજી નં. નં. જીજે-૩૭-બી-૫૫૬૫ કિ.રૂ.૭,૦૦,૦૦૦/-, નંબર વગરનું એકસેસ કિ.રૂ.૪૦,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૩૦,૦૦૦/-,કુલ મુદામાલ કિ.રૂા. ૧૨,૭૬,૬૪૦/- મુદ્દામાલ જપ્ત કરેલ છે.

        આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કૃણાલ.એમ.પટેલ તથા પો.સબ.ઇન્સ. પી.કે.ગઢવી તથા એ.એસ.આઇ.વિજયભાઇ બડવા, સામતભાઇ બારીયા તથા પો. હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, ભુપતસિંહ સિસોદીયા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, જેઠાભાઇ કોડીયાતર વિગેરે પો.સ્ટાફે કરી છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(3:41 PM IST)