<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

મોરબીના સાવસર પ્લોટમાં કારમાંથી ૨૮ ગ્રામ મેફેદ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો, ૫.૩૫ લાખનો મુદામાલ જપ્ત.

ડ્રગ્સ, મોબાઈલ અને કાર સહીત ૫.૩૫ લાખનો મુદામાલ જપ્ત, મુંબઈના આરોપીનું નામ ખુલ્યું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સાવસર પ્લોટમાં કારમાંથી મેફેદ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો પોલીસે આરોપી પાસેથી મેફેદ્રોન ડ્રગ્સ ૨૮ ગ્રામ ૭૮૦ મીલીગ્રામનો જથ્થો, મોબાઈલ અને કાર સહીત ૫.૩૫ લાખનો મુદામાલ કબજે લીધો છે તેમજ મુંબઈના એક આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી છે.

     મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સાવસર પ્લોટમાં દેવાંત દાંતના દવાખાના સામેની શેરીમાં શંકાસ્પદ વાહન ચેકિંગ દરમિયાન કાર જીજે ૨૭ સી ૧૩૬૧ માં ચેક કરતા ડ્રાઈવર શીટ પર બેસેલ યોગેશ રતિલાલ દસાડીયા રહે આસોપાલવ સોસાયટી, એપલ હાઈટ્સ એપાર્ટમેન્ટ રવાપર ઘુનડા રોડ મોરબી વાળાની કારમાં તલાશી લેતા શંકાસ્પદ નશાકારક પદાર્થ (સફેદ પાવડર) મળી આવ્યો હતો જે અંગે પૂછતાં એમ.ડી. ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું જેથી એફ.એસ.એલ ટીમને રીપોર્ટ માટે પાવડર મોકલ્યો હતો જે મેફેદ્રોન ડ્રગ્સ જેનું ચોખ્ખું વજન ૨૮ ગ્રામ ૭૮૦ મીલીગ્રામની કીમત રૂ ૨,૮૭,૮૦૦ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો એમડી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને કાર કીમત રૂ ૨ લાખ સહીત કુલ રૂ ૫,૩૫,૧૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
તેમજ મેફેડ્રોન જથ્થો ક્યાંથી લાવ્યો તેની પૂછપરછ કરતા જથ્થો મુંબઈમાં રહેતા ચિરાગ પટેલ પાસેથી લાવ્યાની કબુલાત આપી હતી જેથી આરોપી ચિરાગ પટેલ( રહે મુંબઈ વાળા )વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.



 

(10:15 PM IST)