<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

મોરબીમાં છરીની અણીએ રૂ બળજબરીથી પૈસા કઢાવી લેનાર રીઢો ગુનેગાર ઝડપાયો.

યુવાન સાથે બાઈક અથડાવી ઈજાના બહાને હોસ્પિટલ લઇ જવાનું કહીને છરી દેખાડી રૂ ૮૫,૦૦૦ બળજબરીથી પડાવી એક શખ્શ નાસી ગયો હતો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના શનાળા બાયપાસ નજીક આંગડીયા પેઢીમાંથી રૂપિયા ઉપાડી બાઈકમાં જતા યુવાન સાથે બાઈક અથડાવી ઈજાના બહાને હોસ્પિટલ લઇ જવાનું કહીને છરી દેખાડી રૂ ૮૫,૦૦૦ બળજબરીથી પડાવી એક શખ્શ નાસી ગયો હતો પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લઈને છરી અને રોકડ રૂ ૫૧૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.


મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે રહેતા દેવમભાઈ વિકાસભાઈ રિયા (ઉ.વ.૧૯) વાળાએ અજાણ્યા માણસ આશરે ૨૫ થી ૩૦ વર્ષ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી ગત તા. ૦૮ ના રોજ આંગડીયા પેઢીમાં પૈસા લઈને નીકળ્યો હતો અને એક ઇસમેં બાઈક પાછળથી અથડાવી ઈજા થયાનું કહીને હોસ્પિટલ લઇ જવાના બહાને છરી દેખાડી રૂ ૮૫,૦૦૦ બળજબરીથી કઢાવી લઈને નાસી ગયો હતો એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી શહેરમાં લગાવેલ સીસીટીવી કેમેરાની તપાસ કરતા માસ્ક પહેરી હાથમાં કાળા મોજા પહેરી આંટા મારતો એક ઇસમ જોવા મળ્યો હતો જેના પર વોચ ગોઠવી હતી અને બાતમીદારો મારફતે બાતમી મળતા જુના બસ સ્ટેન્ડ પાસે ધરતી ટાવર પાસે ઇસમ આવતા તેને પકડી પોલીસ મથક લઇ જવામાં આવ્યો હતો.

ઇસમની સઘન પૂછપરછ કરતા આજે ભાડેથી રાજકોટથી બલેનો કાર લઈને આવી લૂંટ અને ચોરીને અંજામ આપવાનો હતો જે કાર શનાળા ગામ પાસે સંતાડી હોવાનું જણાવ્યું હતું જેથી બલેનો કાર કબજે કરી તેમજ છરી અને રૂ ૫૧૦૦ કબજે લઈને આરોપી ઇમરાન હાસમ કાદરી (ઉ.વ.૨૪) (રહે રાજકોટ ૧૫૦ ફૂટ રીંગ રોડ વાળા) ને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે જે અગાઉ રાજકોટન ભક્તિનગર પોલીસ મથક, માલવીયા નગર પોલીસ સ્ટેશન, રાજકોટ કુવાડવા પોલીસ સ્ટેશન, રાજકોટ એ ડીવીઝન તેમજ અમદાવાદ સેટેલાઈટ પોલીસ મથક સહિતના ૧૬ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

આરોપીને ઝડપી લઈને પોલીસે બલેનો કાર જીજે ૦૩ પીડી ૮૯૮૩ કીમત રૂ ૫ લાખ, માસ્ક, કાળા મોજા, કાળી ટોપી, છરી અને રૂ ૫૧૦૦ રોકડા તથા બાઈક જીજે ૩૬ એએ ૧૬૧૫ કીમત રૂ ૫૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

(11:17 PM IST)