<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

મોરબી મનપા અને રોટરી ક્લબ ઓફ મોરબીના સંયુક્ત ઉપક્રમે રવિવારે રંગોળી સ્પર્ધા યોજાશે.

બે કેટેગરીમાં આયોજિત આ હરીફાઈમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને મોરબી મનપા તરફથી સર્ટિફિકેટ અપાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબીના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રંગોળી હરીફાઈનું આયોજન 19-10-2025 ને રવિવારના રોજ બપોરના 2:30 થી 6 કલાક દરમિયાન મયુર પુલ, મોરબી ખાતે થવા જઈ રહ્યું છે. આ હરીફાઈમાં કોઈપણ ઉંમરના બહેનો તથા ભાઈઓ ભાગ લઈ શકશે.


આ હરીફાઈ બે કેટેગરીમાં રાખવામાં આવી છે. જેમાં 5 થી 15 વર્ષ અને 15 વર્ષથી ઉપરના લોકો ભાગ લઈ શકશે. બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણ નંબર આપવામાં આવશે. ભાગ લેનાર દરેક સ્પર્ધકને મોરબી મહાનગરપાલિકા તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે. આ હરીફાઈમાં કોઈપણ પ્રકારનો રજીસ્ટ્રેશન ચાર્જ નથી નિઃશુલ્ક છે. આ વ્યવસ્થાના ભાગ લેવા રસેશભાઈ મહેતા મો. નં. 9898071475 અને બંસીબેન શેઠ મો.નં. 9376652360 पर રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેમજ દરેક સ્પર્ધ કે રંગોળીના કલર પોતે લાવવાના રહેશે.

(12:09 AM IST)