<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

વ્‍યાજ માટે વાંકાનેરના રાતીદેવડીમાં વશરામ વરાણીયા પર પાઇપથી હુમલો

ગીરવે મુકેલા દાગીના પાછા આપે પછી જ બાકીની રકમ આપશે તેમ કહેતાં કુકો તૂટી પડયો

રાજકોટ તા. ૧૮: વ્‍યાજખોરીને કારણે વાંકાનેરના રાતીદેવડીના યુવાન પર પાઇપથી હુમલો કરવામાં આવતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતો વશરામ પ્રેમજીભાઇ વરાણીયા (ઉ.વ.૨૪) નામનો યુવાન ગામમાં પોતાના મામા મહેન્‍દ્રભાઇની વાડીએ હતો ત્‍યારે ગામના કૂકા ભરવાડ નામના શખ્‍સે આવી ઝઘડો કરી પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. વશરામે જણાવ્‍યું હતું કે હું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવુ છું. મારે બોલેરો લેવી હોઇ જેથી મેં કુકા ભરવાડ પાસેથી રૂા. ૭૦ હજાર દસ ટકા વ્‍યાજેથી લીધા હતાં. જેની સામે અત્‍યાર સુધીમાં ૩૫ હજાર અને વ્‍યાજ ચુકવી દીધા છે. બાકીના ૩૫ હજારની ઉઘરાણી કરવા તે આવતાં મેં તેને મેં ગીરવે મુકેલી સોનાની વસ્‍તુ પાછી આપે પછી રકમ આપશે તેમ કહેતાં તેણે ઉશ્‍કેરાઇ જઇ પાઇપથી હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી. 

(11:59 AM IST)