News of Saturday, 18th October 2025
દેશનું ભાવિ ઘડનાર શિક્ષકોનું ૫ લાખના ચેક આપીને મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશને અદ્વિતીય સન્માન કર્યું

મોરબી તા ૧૮ :.. શિક્ષક એ સમાજના સાચા દિશાદર્શક હોય છે, અને તેવા શિક્ષકોને સન્માન આપવાની પરંપરા જો કયાંક જીવંત છે તો તે છે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં. તાજેતરમાં નવયુગ પરિવાર દ્વારા એક ભવ્ય કાર્યક્રમ યોજી શિક્ષણ ક્ષેત્રે અદ્વિતીય યોગદાન આપનાર શિક્ષકોને ચેક આપીને ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જયારે મંચ પરથી એક પછી એક શિક્ષકોના નામ ઘોષિત થતા ગયા, ત્યારે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. બોર્ડના પરિણામોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર, પોતાના વિદ્યાર્થીઓને ૧૦૦ માંથી ૧૦૦ ગુણ અપાવનાર શિક્ષકો તથા જિલ્લાસ્તરે રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓના માર્ગદર્શકોને વિશેષ માન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ રૂ. ૫ લાખથી વધુ રકમના ચેક આપી શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સમગ્ર મોરબી જિલ્લામાં શિક્ષક પ્રોત્સાહન માટેનું અદભૂત ઉદાહરણ બની રહ્યું છે.
આવી શિક્ષકોને પ્રાથમિક સ્થાને રાખતી સંસ્કળતિ છેલ્લા ૧૫ વર્ષથી મોરબીમાં માત્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન જ જાળવી રહ્યું છે અને આ જ તેની ઓળખ છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયાએ કહ્યું કે ラ
શિક્ષક એ સંસ્થાનો આત્મા છે. તેમની મહેનત વિના કોઈ પણ સંસ્થા સફળ થઈ શકતી નથી. શિક્ષકના સમર્પણને માન આપવું એ અમારી સંસ્થાની સંસ્કળતિ છે, ફરજ નથી.
કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રિન્સિપાલ્સ, ટ્રસ્ટીશ્રી તથા શિક્ષકોની આંખોમાં ગર્વ અને આનંદની ચમક સ્પષ્ટ દેખાતી હતી. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો આ ઉપક્રમ માત્ર સન્માન નથી.
આ છે શિક્ષક પ્રત્યેના આદર અને આભારની જીવંત પરંપરા, જે સમગ્ર મોરબીમાં એક નવી પ્રેરણા બની રહી છે. (પ-ર૯)
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
