<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

દિવાળીના પર્વ નિમિતે જામનગર કલેકટર કચેરી ખાતે મહિલા કર્મચારીઓ દ્વારા સુંદર રંગોળી તેમજ સુશોભન કરાયું

જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુંએ રંગોળી નિહાળી તેમજ સૌને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૮ : દિવાળીના પર્વ નિમિતે જામનગરમાં વિવિધ જગ્યાઓ પર રોશનીના તેમજ અવનવા શણગાર કરવામાં આવ્યા છે. ત્યારે સરકારી ઓફિસોમાં પણ રંગોળી તેમજ ફૂલોનો શણગાર અને સુશોભન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા સેવા સદન ખાતે પણ મહિલા કર્મચારીશ્રીઓ દ્વારા સુંદર રંગોળી તેમજ કલેકટર ઓફીસમાં ફૂલો અને દિવડાઓથી સુશોભન કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુંએ બહેનોએ ફૂલોમાંથી બનાવેલી રંગોળી તેમજ સુશોભન નિહાળી તેમની કળાની પ્રસંશા કરી હતી. તથા કલેકટરશ્રીએ જિલ્લા સમગ્ર ઓફિસ સ્ટાફ તેમજ સૌને દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અને સરકારના વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરવા માટે સ્થાનિક લોકો પાસેથી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા અપીલ કરી હતી. 

(4:04 PM IST)