News of Saturday, 18th October 2025
કચ્છના ભુજ ખાવડા હાઈવે પર અકસ્માત બાદ જબરો ટ્રાફિક જામ : 10 કિલોમીટર સુધી વાહનોની કતાર
અકસ્માત સ્થળ પર સમયસર ક્રેન ન પહોંચતા હાઈવે પર 10 કિલોમીટર વધુ ટ્રાફિકજામ થયો અનેક વાહનો અટવાયા

કચ્છના ભુજ ખાવડા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. તેમજ ભીરંડિયારા ટોલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. અકસ્માત સ્થળ પર સમયસર ક્રેન ન પહોંચતા ભારે ટ્રાફિકજામ થયો હતો. રાતના સમયે અકસ્માત બાદ ટ્રેન છેક સવારે પહોંચી હતી. મળતી માહિતી અનુસાર અકસ્માત બાદ ભુજ ખાવડા હાઈવે પર 10 કિલોમીટર વધુ ટ્રાફિકજામ થયો હતો.
આ હાઈવે પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે. અહીં રાતના અકસ્માત સર્જાયો અને ક્રેન સવારના સમયે પહોંચતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતના કારણે ભુજ ખાવડા હાઇવે પર 10 કિલોમીટર વધુ ટ્રાફિક સર્જાયો હતો . ટ્રાફિકજામના કારણે અનેક વાહનો અટવાયા છે. 10 કિલોમીટરથી વધુ ભારે વાહનોની કતાર બંધ લાઈનો લાગી હતી. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
