News of Sunday, 19th October 2025
મોરબીના બગથળા ગામે માળિયા પરથી પડી જતા યુવતીનું મોત.
યુવતી સાફ સફાઈ દરમિયાન માળિયા ઉપરથી પડી જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીના બગથળા ગામે બબીકાનગર સોસાયટીમાં રહેતી યુવતી સાફ સફાઈ દરમિયાન માળિયા ઉપરથી પડી જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના બગથળા ગામે બબીકાનગર સોસયટીમાં રહેતા શોભાબેન ઉર્ફે વર્ષાબેન જસમતભાઈ મકવાણા (ઉ.વ.૧૭) ગત તા. ૧૭ ના રોજ પોતાના ઘરે સાફ સફાઈ કરતા હોય દરમિયાન માળિયા ઉપરથી પડી જતા માથામાં ગંભીર ઈજા પહોચતા સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોય જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
