<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

મોરબીના રંગપર ગામની સીમમાં 350 લીટર દેશી દારૂ સાથે બે ઝડપાયા, મોરબીમાં બુટલેગરના ઘેરથી દારૂ ઝડપાયો.

મોરબી તાલુકા પોલીસે 350 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 70 હજાર સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના રંગપર - જેતપર સહિતના વિસ્તારમાં બેફામ પણે દેશી - વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનું જગજાહેર છે ત્યારે મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામની સીમમા આવેલ ક્રિકેટ મેદાન પાસે ઝાડીમાં દેશી દારૂ ઉતારવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી સુરાભાઈ હીરાભાઈ માથાસૂરિયા અને આરોપી ગુલાબ ઉર્ફે જલાભાઈ વિકુંભાઈ સાડમિયા (રહે.હાલ રંગપર ગામની સિમ, મહાવીરસિંહ ઝાલાની વાડીમાં, મૂળ રહે.હીરાસર તા.ચોટીલા, સુરેન્દ્રનગર વાળા)  ઓને 350 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 70 હજાર સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે શહેરનારણછોડનગર વિસ્તારમાં જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા નામચીન બુટલેગર આરોપી સાગર કાંતિલાલ પલાણના ઘેર દરોડો પાડતા આરોપીના ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની સાત બોટલ કિંમત રૂપિયા 4700 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપી સાગરને ફરાર દર્શાવી પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુંન્હો નોંધ્યો હતો.

(10:26 AM IST)