તા. ૧૧ ઓક્ટોબર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો સુદ- ૮, શુક્રવાર
News of Sunday, 19th October 2025
ભુજથી અમદાવાદ જતી ખાનગી લક્ઝરી બસમાં સુરજબારી પાસે આગ
પ્રવાસીઓનો આબાદ બચાવ, એસી ના કારણે આગ, ચાર્ટર્ડ ટ્રાવેલ્સની બસ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છના ભુજથી અમદાવાદ જતી ચાર્ટર્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં આગ લાગવાના બનાવે પ્રવાસીઓ સહિત હાઇવે ઉપર ગભરાટ ફેલાવ્યો હતો. આગનો આ બનાવ સુરજબારી પુલ નજીક શિકારપુર ચોકડી પાસે બન્યો હતો. ગત મોડી રાત્રે ભુજથી અમદાવાદ જતી ચાર્ટર્ડ પબ્લિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ખાનગી પેસેન્જર બસ અચાનક સળગી ઉઠી હતી. એસીમાં ખામી થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાસ્થળે ધુમાડાના ગોટે ગોટા ઉડતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. સદભાગ્યે ડ્રાઇવર અને સ્ટાફની સતર્કતાથી સમય રહેતા તમામ મુસાફરોને સલામત રીતે ઉતારી દેતાં મોટી જાનહાનિ ટળી ગઈ હતી. ઘટનાની જાણ થતા ભચાઉ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સતત ચાર કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
