News of Sunday, 19th October 2025
પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાના એંધાણ દેખાતા ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
શહેર કોંગ્રસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ વેપારીઓ સાથે ઉગ્ર રજૂઆત બાદ મૂળ ભાવ ખેડૂતને અપાવ્યા

પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાના એંધાણ દેખાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો . લીંબુની હરાજીમાં ખેડૂતોને નક્કી કરાયેલ ભાવમાંથી ઓછા ભાવ અપાતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં રજૂઆત કરી તે છતાં કોઈ નિરાકરણ ન આવ્યું. બાદમાં શહેર કોંગ્રસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ વેપારીઓ સાથે ઉગ્ર રજૂઆત બાદ ખેડૂતોને મૂળ ભાવ અપાવ્યા હતા. ખેડૂતને હરાજીમાં નક્કી થયેલ ભાવ અપાવ્યા હતા. બોટાદ યાર્ડની જેમ પાલીતાણા યાર્ડમાં પણ આ કડદા પ્રથા ના આવે તેવી યાર્ડમાં સત્તાધિશો પાસે માગ કરી હતી.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
