News of Monday, 20th October 2025
કેશોદના શરગઢમાં દેવીપૂજક પરિવારના પ ઝુંપડા આગમાં ખાખ
આગ લાગવાની ઘટનાથી દેવીપુજક સમાજના લોકોના ઝુંપડામાં ઘરવખરી, ટીવી વગેરે તેમજ જીવન જરૂરિયાતની ૧ લાખની ચીજ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ : ફટાકડાના કારણે દુર્ઘટના બની હોવાની આશંકા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૨૦: રાત્રે કેશોદના શેરગઢમાં ૫થી વધુ ઝૂંપડાંમાં ભીષણ આગ લાગતા દોડધામ ગામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઘરવખરી ખાખ થઈ જતા દેવીપુજક પરિવારોને ૧ લાખનું નુકશાન થયું હતું.
કેશોદ તાલુકાના શેરગઢ ગામે કાળી ચૌદસની રાત્રે દેવીપુજક સમાજના પાંચથી વધુ ઝુપડામાં આગ લાગતા બાળકો સહિતના લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. કલાકોની જહેમતના અંતે આગ કાબુમાં આવી હતી.
આગ લાગવાની ઘટનાથી દેવીપુજક સમાજના લોકોના ઝુંપડામાં ઘરવખરી, ટીવી વગેરે તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. જેના કારણે રૂપિયા એક લાખથી વધુનું નુકસાન થતાં ગરીબ દેવીપુજક સમાજ પરિવારો ઉપર આભ તૂટી પડ્યું હતું.
આગ લાગવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ ફટાકડાના કારણે દુર્ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
