<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

તહેવાર સમયે જ કરૂણાંતિકાઃ કચ્‍છના ખાવડા પાસે બસ અને ઈકોની ટક્કરમાં બે ના મોત

ભુજ ખાવડા રોડ બન્‍યો અકસ્‍માત ઝોન, સોલાર પાર્ક, સફેદ રણ અને મીઠા ઉદ્યોગના કારણે વાહન વ્‍યવહાર વધ્‍યો પણ ખરાબ રસ્‍તાઓ તેમ જ બેફામ ઝડપ બને છે અકસ્‍માતનું કારણ

 

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦: ખાડા વાળા રસ્‍તાઓ અને વાહનવ્‍યહાર વધ્‍યા બાદ ગતિ મર્યાદા ભૂલી બેફામ ડ્રાઈવિગના કારણે ભુજ ભીરંડિયારા ખાવડા રોડ અકસ્‍માત ઝોનમાં ફેરવાયો છે. સપરમાં તહેવારો દરમ્‍યાન જ ખાવડા નજીક લુડિયા બાયપાસ રોડ ઉપર ખાનગી લક્‍ઝરી બસ અને ઇકો કાર વચ્‍ચે જોરદાર ટક્કર થતા અકસ્‍માતમાં બે વ્‍યકિતના મોત નિપજ્‍યા હતા. ઇકો ચાલક ૨૦ વર્ષીય યુવાન માવેશ ખીમજી આહીર અને ૧૭ વર્ષીય પ્રવાસી ઇમામ હાસમ સમાનું કરુણ મોત નીપજ્‍યું હતું. અહીં આરઈ સોલાર પાર્કને કારણે હજારો મજૂરો ની અવરજવર હોઈ ભુજ ખાવડા વચ્‍ચે ૮૦ જેટલી ઇકો કાર પ્રવાસીઓની હેરફેર કરે છે. બ્રોમીન મીઠાની હેરફેર કરતા મહાકાય ટ્રેલરો દોડી રહ્યા છે. તે વચ્‍ચે રણોત્‍સવ શરૂ થતા સફેદ રણ અને રોડ ટુ હેવન ના પ્રવાસીઓની હેરફેર છે. ત્‍યારે ટ્રાફિક નિયમન નો અભાવ તેમ જ યુવા વાહનચાલકોનું ગતિ ભર્યું ડ્રાઇવિગ અવારનવાર માર્ગ અકસ્‍માતનું કારણ બની રહ્યા છે.(૩૮.૨)

(11:04 AM IST)