<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

શ્રી સોમનાથ મહાદેવનું મંદિર સહસ્‍ત્ર દિવડાથી ઝળહળી ઉઠયુઃ લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શો શરૂ

મંદિરમાં રંગબેરંગી રોશનીનો શણગારઃ રંગોળીનું સર્જનઃ આતશબાજી થશેઃ ગેસ્‍ટહાઉસ ફુલ થઇ ગયા

 

(દિપક કકક્‍ડ દ્વારા) વેરાવળ, તા.૨૦:  પ્રકાશપર્વ દિવાળીએ સોમનાથ મહાદેવ મંદિર સહષા દીવડાંથી ઝળહળી  ઉઠયું છે. તથા મંદિરને રંગબેરંગી રોશનીના શણગાર કરાશે. આ માટે સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા તૈયારીને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર દિવાળી પર્વમાળામાં પરંપરાગત મંદિરને રંગબેરંગી રોશનીના શણગાર થશે.

અનુસાર સહસ્‍ત્ર દીવડાંથી ઝળહળી ઉઠશે. આ ઉપરાંત મંદિર તથા ટ્રસ્‍ટ સંચાલિત અતિથિગળહોને પણ રંગબેરંગી રોશનીના શણગાર કરાશે. આ ઉપરાંત મંદિર તથા તમામ સ્‍થળોએ રંગોળઈના શણગાર થશે. આ ઉપરાંત મંદિરે માસિક શિવરાત્રિ નિમિત્તે જ્‍યોતપૂજા, મહાપૂજા તથા મહાઆરતી પણ યોજાશે. નૂતનવર્ષના ટ્રસ્‍ટ હસ્‍તકના રામમંદિર, શ્રી ક્રુષ્ણગોલોકોધામ ખાતે અન્નકૂટ દર્શન યોજાશે. આ ઉપરાંત આતશબાજીનું પણ આયોજન કરાયું છે. જેમાં યાત્રિકોને સહભાગી બનાવાશે.

 દિવાળી ના તહેવારો નિમિત્તે સોમનાથ ટ્રસ્‍ટ ના ગેસ્‍ટ હાઉસ મા સાગર દર્શન, લીલાવતી, મહેશ્વરી,ડોરમેટરી,સહિત ના તમામ ગેસ્‍ટ હાઉસ ૨૭ ,૨૮ તારીખ સુધી નુ હાઉસ ફુલ બુકિંગ છે તેમજ સોમનાથ ટ્રસ્‍ટ સિવાય મોટી સંખ્‍યામાં પ્રાયવેટ ગેસ્‍ટ હાઉસ પણ ધીમે ધીમે બુકિંગ થય રહેલ છે અને હોટેલો ગેસ્‍ટ હાઉસ ના માલીકો યાત્રીકો ને આવકારવા તૈયારીઓ કરી રહેલ છે. શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશવિદેશના યાત્રીઓ સમક્ષ શ્રીસોમનાથ તીર્થના યુગ યુગાંતરના ગૌરવને ઉજાગર કરતો ૩ઝ લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો ચોમાસાના વિરામ બાદ પુનઃ યાત્રીઓ માટે શરૂ કરવામાં આવી રહ્યો છે.

દિવાળી વેકેશનમાં સોમનાથ આવનાર ભક્‍તો શ્રી સોમનાથ તીર્થના ઇતિહાસથી માહિતગાર થાય, કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથ આ ભૂમિ પર પધાર્યા, કઈ રીતે ભગવાન શ્રીક્રુષ્ણ એ પોતાની અંતિમ લીલા દર્શાવી નિજધામ ગમન કર્યું. કઈ રીતે આ તીર્થ પ્રભાસ કેહવાયું. શું છે

ધાર્મિક કથા? આ તમામ બાબતોને આધુનિક 3D ટેકનોલોજી ના ઉપયોગથી આવનાર યાત્રિકો માહિતગાર થાય તે માટે લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શો નું નિર્માણ કરવામાં આવ્‍યું છે. જે શો આવનાર યાત્રીઓમાં પ્રસિધ્‍ધ છે. આ શો ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ બંધ રહેતો હોય છે. પણ દિપાવલી પુર્વે પુનઃ આ શો યાત્રીઓ માટે શરૂ કરવામાં આવતો હોય છે. ચોમાસાની સીઝન પૂર્ણ થતા શ્રી સોમનાથ મંદિર ખાતે તા.૧૯ ઓકટોબર થી લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો પ્રારંભ થશે.. શો નો સમય સાયં આરતી બાદ સાંજે ૭-૪૫ વાગ્‍યાનો રહેશે. શનિવાર તથા રવિવાર તહેવારોના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્‍યાને લઇ બે શો યોજવામાં આવશે. જેની સર્વે યાત્રીઓએ નોંધ લેવી.

શો ની ટિકિટ મંદિર પરિસરના બહાર ડિજિટલ કેશલેસ કાઉન્‍ટર પર સાંજે ૬:૦૦ વાગ્‍યાથી તેમજ મંદિર પરિસરમાં સાહિત્‍ય કાઉન્‍ટર નજીક અલાયદા ટિકિટ કાઉન્‍ટર પરથી સાંજે ૬:૩૦ વાગ્‍યાથી મળશે. (૩.૭) (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ)  

(11:35 AM IST)