<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

જસદણમાં કુંવરજીભાઈનું સન્‍માન કરતાં વિજય રાઠોડ

(હુસામુદ્દીન કપાસી દ્વારા- હિતેશ ગોસાઇ દ્વારા) જસદણ, તા.૨૦: જસદણ મત વિસ્‍તારના ડાયનેમિક ધારાસભ્‍ય ડો. કુંવરજીભાઈ બાવળીયાની બેખુબી ભરી કામગીરીના કારણે ભાજપના મોવડીઓએ તેમને સતત ત્રીજીવાર કેબિનેટ મંત્રી તરીકે પસંદગી પર મ્‍હોર મારતા તેમનું એક સમારોહમાં જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પુસ્‍તકો ભેટ આપી સન્‍માન કર્યું હતું વિજયભાઈએ જણાવ્‍યું હતું કે કુંવરજીભાઈ નાના મોટા દરેક નાગરિકોના કામો આ ઉપરાંત જસદણ અને વિંછીયા આ બન્ને તાલુકાના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોના વિકાસના કામો અંગે જબરજસ્‍ત નોંધપાત્ર યોગદાન વર્ષોથી આપી રહ્યાં છે. 

(12:11 PM IST)