News of Monday, 20th October 2025
જામનગરની ઘરફોડીનો ભેદ ઉકેલાયોઃ ૧૬ લાખની મતા સાથે નિકાવાનો દેવીપૂજક રિક્ષા ડ્રાઇવર ઝડપાયો
શિવા વાજેલીયા સામે કાલાવડમાં ૩ અને ગાંધીગ્રામ (રાજકોટ)માં ૯ ગુન્હા નોંધાયેલ છે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૦: જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ના ગુન્હા મુજબના કામે વૃંદાવન ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ઇસમ ચોરી કરેલ સોનાના દાગીના સાથે અંહી ચાંદીબજાર સર્કલ પાસે આટા ફેરા મારે છે. જે ઇસમે શરીરે આછા મરૂન અને સફેદ કલરના ચેક્સ વાળો શર્ટ તથા કોફી કલરનુ સાદુ પેન્ટ પહેરેલ છે. તે હકીકત આધારે આરોપી શિવાભાઇ જેરામભાઇ વાજેલીયા જાતે દેવીપુજક ઉવ ૫૫ ધંધો. રી.ડ્રા. રહે, નીકાવા ગામ ખરેડી રોડ ઉપર ખળ ધોરાજી ગામની સામે તા.કાલાવડ વાળો મળી આવેલ.
મજકુરની અંગઝડતી માંથી (૧) સોનાનુ મંગળસુત્ર જેની અંદાજીત કિ.રૂ.૪,૫૫,૦૦૦/- (૨) સોનાનો પેન્ડલ સહીતનો ચેન બોક્સવાળો જેની અંદાજીત કિ.રૂ-૧,૫૯,૦૦૦/- (૩) સોનાની બુટી જોડી નંગ-૧ જે પાનબુટી ડિઝાઇન નીચે ઘુઘરીવાળી જેની અંદાજીત કિ.રૂ.૫૦,૩૦૦/- (૪) સોનાની બુટી જોડી નંગ-૧ જે ફેન્સી સરવાળી જેની અંદાજીત કિ.રૂ-૪૬,૦૦૦/- (૫) સોનાની બુટી જોડી નંગ-૧ સફેદ જીણા નંગવાળી જેની અંદાજીત કિ.રૂ-૩૭,૦૦૦/- (૬) સોનાની લેડીઝ વીટી નંગ-૧ જેમાં ૫ મરૂન, ગ્રીન, વાઇટ નંગવાળી જેની અંદાજીત કિ.રૂ-૨૪,૫૦૦/- (૭) સોનાની લેડીઝ વીટી નંગ-૧ જેમાં ૫ મરૂન,ગુલાબી, વાઇટ નંગવાળી જેની અંદાજીત કિ.રૂ-૨૫,૫૦૦/- (૮) સોનાની લેડીઝ વીટી ૧ નંગવાળી નંગ-૧ જેની અંદાજીત કિ.રૂ.૩૦,૫૦૦/- (૯) ગાભા કડલી જોડી નંગ-૧ જેની અંદાજીત કિ.રૂ-૯૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ- ૯,૧૭,૮૦૦/- તથા રોકડા રૂ-૬,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ- ૧૫,૬૭,૮૦૦/- નો મુદ્દામાલ મળી આવતા મુદામાલ તરીકે કબ્જે કરી ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેક્ટ કરેલ છે.
જયારે આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ તપાસતા ૧ર પૈકી ત્રણ ગુન્હા કાલાવડ અને ૯ ગુન્હા ગાંધીગ્રામ રાજકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હોવાનું બહાર આવેલ છે.
આ કામગીરી પો.ઇન્સ. એન.એ.ચાવડા એ.એસ.આઇ. રવિરાજસિંહ એ. જાડેજા તથા નરેન્દ્રસિંહ કે. ઝાલા તથા મહિપાલસિંહ એમ. જાડેજા તથા પો.હેડ.કોન્સ. યોગેન્દ્રસિંહ એન. સોઢા તથા વિપુલભાઇ જે. સોનગરા તથા પ્રદિપસિંહ ટી. જાડેજા તથા પોલીસ ફોન્સ, વિક્રમસિંહ બી. જાડેજા તથા રાજેન્દ્રસિંહ જી. ડોડીયા તથા કિશોરભાઇ બી. ગાગીયા દ્વારા કરવામા આવેલ છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
