News of Monday, 20th October 2025
સાવરકુંડલાની નાવલી નદીના પટાંગણમાં ‘અસ્મિતાના ઓવારણા' લેતા મહાનુભાવો
રાજ્યમંત્રી વેકરીયાના અધ્યક્ષ સ્થાને આઝાદી બાદ પ્રથમ વખત રંગારંગ ‘નાવલી ઉત્સવ' યોજાયો

અમરેલી તા.૨૦: રમત ગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ- ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અમરેલી તેમજ નગરપાલિકા સાવરકુંડલા દ્વારા કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને રંગારંગ ‘નાવલી ઉત્સવ' યોજાયો હતો. આ સાંસ્કળતિક કાર્યક્રમમાં સાવરકુંડલા શહેરની ઐતિહાસિક ધરોહર સમાન નાવલી નદીના પટાંગણમાં મહાનુભાવોએ શહેરની અસ્મિતાના ઓવારણા લીધા હતા.
આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી વેકરીયાએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમ વખત સાવરકુંડલા શહેરમાં ઉજવાઈ રહેલો ‘‘નાવલી ઉત્સવ'' એ વિકાસ સાથે વિરાસતની જતનનું પ્રતિક છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી સાવરકુંડલા શહેરને આગામી દિવસમાં નાવલી રીવરફ્રન્ટની ભેટ મળવા જઈ રહી છે. વિકાસની આ યાત્રામાં ટીમ અમરેલી આગામી દિવસોમાં એક થઈને સતત પ્રયાસો કરતી રહેશે.
આ સાંસ્કળતિક કાર્યક્રમમાં કલાકાર રાજ ગઢવી, અપેક્ષાબેન પંડ્યા, લોક સાહિત્યકાર કિશનભાઇ રાદડિયા સહિતના કલાકારોએ સંગીત અને સાહિત્યનો રસથાળ પીરસ્યો હતો.
વધુમાં કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરીજનોને ‘હર ઘર સ્વદેશી અભિયાન' અંતર્ગત સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરવાનો આગ્રહ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે કથાકાર, જીગ્નેશદાદા ‘રાધે રાધે' એ ઉપસ્થિત સૌને આશીર્વચન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, ધારી બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્ય જે.વી કાકડીયા, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલ ભાઈ ત્રિવેદી, પ્રાંતઅધિકારી સાવરકુંડલા, ઝીલ પટેલ, યુવા વિકાસઅધિકારી પરમાર, સંતો, નગરજનો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨.૧૭)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
