<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

જેતપુરમાં ૫૩ કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજનું જયેશભાઈ રાદડિયાના હસ્‍તે લોકાર્પણ

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૦: શહેરના ધોરાજી રોડ પર ૫૩ કરોડના ખર્ચે બનેલ ફ્‌લાય ઓવર બ્રિજનું ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવેલ છે.

શહેરના ધોરાજી રોડ પરથી ધોરાજી તરફ જતા વાહનો અને શહેરમાં જતા વાહનોને મુશ્‍કેલી પડતી હોય તેમ જ રેલવે ફાટક આવેલ હોય આ પ્રશ્‍નના નિકાલ માટે ચેમ્‍બર્સ ઓફ કોમર્સ તત્‍કાલીન પ્રમુખ રાજુભાઈ હિરપરા, હરેશભાઈ ગઢીયા દ્વારા તંત્રમાં રજૂઆત કરવામાં આવેલ જેને ધ્‍યાને લઈ અહીંનો ઓવરબ્રિજ મંજુર કરવામાં આવતા ૨૦૨૨ માં ૧૧૦૦ મીટર લાંબો બ્રિજ બનાવવા માટેનો કોન્‍ટ્રાક્‍ટ મહેસાણાની રાધે એસોસિયેટ કંપનીને આપવામાં આવેલ. જેનું કામ શરૂ થયા બાદ કોઈ કારણોસર બંધ થયેલ જેનું નિરાકરણ લાવી ફરી શરૂ કરાવતા ઓવર બ્રિજનું કામ પૂર્ણ થતા આજરોજ બ્રિજનું લોકાર્પણ થયેલ. આ પ્રસંગે ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા, રાજુભાઈ હિરપરા, પાલિકા પ્રમુખ મેનાબેન ઉસદડીયા, ડાઇંગ એસોસિયન પ્રમુખ જયંતીભાઈ રામોલિયા, દિનેશભાઈ ભુવા, રાજેશભાઈ ઉસદડીયા, પ્રવીણભાઈ ગજેરા, સંજયભાઈ વેકરીયા સહિતના શહેરના રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:12 PM IST)