News of Monday, 20th October 2025
ફ્રોડ કરી પૈસા પડાવી લઇ વધુ રૂપીયાની માંગણી કરતા ચોરવાડના યુવાનનો આપઘાત
અજાણ્યા મોબાઈલ તેમજ ૨ આઈડી ધારક સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૦: ચોરવાડના યુવાનના આપઘાતના મામલે મરનારના ભાઈએ અજાણ્યા મોબાઈલ તેમજ ૨ આઈડી ધારક સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
માળીયાહાટીના તાલુકાના ચોરવાડ રહેતા ભાવિકભાઈ કરશનભાઇ સોલંકી નામના યુવાને ગઈ તારીખ ૧૨ ઓક્ટોબરના રોજ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મરનારના ભાઈ દિવ્યેનભાઇ કરશનભાઇ સોલંકીએ મોબાઇલ નંબર ૯૬૮૫૧ ૭૯૪૮૩ તથા યુ.પી.આઇડી ધારક ANKIT RAJA BUNDELA તથા Rajendra Parihar સામે ચોરવાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદમાં યુવાને જણાવ્યું હતું કે, મોટા ભાઇ ભાવીકભાઈ કરશનભાઈ સોલંકીના મોબાઇલ નંબર ઉપર અજાણ્યા શખ્સે પોતાના મોબાઈલ નંબર ૯૬૮૫૧ ૭૯૪૮૩ નંબર પરથી ફોન કરી તથા વોટ્સએપ એપ્લીકેશનમાં ફોટા મોકલી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી યેનકેન રીતે હેરાન કરી ત્રાસ આપ્યો હતો.
તેમજ ગુગલ પે માંથ í ANKIT RAJA BUNDELA જેની UPI iD ankitbundela830@ybl તથા UPI TRANSACTION iD ૫૬૫૧૨૫૨૮૨૩૩૬ ઉપર રૂપિયા ૧૫,૦૦૦નું તથા Rajendra Parihar UPI TRANSACTION iD ૧૧૨૫૨૧૮૨૮૪૪૬ ઉપર રૂપિયા ૯,૫૬૦ ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ કરી પૈસા પડાવી લીધા હતા અને વધુ રૂપીયાની માંગણી કરી હેરાન કરી ત્રાસ આપી ભાવિકભાઈને મરવા મજબુર કરતા કંટાળી જઇ તા.૧૨/૧૦/૨૦૨૫ના રોજ પોતાની વખાર ખાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી ચોરવાડના પીઆઈ એમ. એન. કાતરીયાએ તપાસ હાથ ધરી હતી.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
