News of Monday, 20th October 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી, શા.સ્વામી હરિપ્રકાશદાસજી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પૂજન અર્ચન કરીને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં હરિભક્તે અર્પણ કરી હાઈટેક એમ્બ્યુલન્સ, સ્ટ્રેચર અને ઓક્સિજન સિલિન્ડર સહિતની છે તમામ વ્યવસ્થા

રાજકોટ : સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સાનિધ્યમાં હનુમાનજી મંદિર ખાતે આજે કાળીચૌદસ નિમિત્તે એક હરિભક્તો દ્વારા હાઇટેક એમ્બ્યુલન્સને મંદિરને અર્પણ કરવામાં આઆવી હતી. મહત્વનું છે કે તહેવારના દિવસો, મંગળવાર, શનિવાર અને રવિવાર જેવા દિવસોમાં લાખોની સંખ્યામાં અહીં ભક્તો આવતા હોય છે. આ દરમિયાન જો કોઈ ઇમર્જન્સી સર્જાય અથવા તો કોઈને મેડિકલ ઈમરજન્સીની જરૂર પડે તો તાત્કાલિક તેમને આ એમ્બ્યુલન્સ દ્વારા સુવિધા મળી જાય એ હેતુથી એક હરિભક્તો દ્વારા હાઇટેક અર્પણ કરવામાં આઆવી હતી.
દાદા ગામમાં અર્પણ કરવામાં આવેલી આ હાઈ ટેક એમ્બ્યુલન્સની વાત કરીએ તો, આ એમ્બ્યુલન્સ એરબેગથી સજ્જ છે, આ સાથે તેમાં એબીએસ બ્રેક સિસ્ટમ પણ છે. આઈ એમ્બ્યુલન્સ ટ્રેચર અને ઓક્સિજન સિલિન્ડર સહિતની સુવિધાઓ પણ અવેલેબલ છે. તો આઈ એમ્બ્યુલન્સમાં દર્દી સહિત બે થી ત્રણ ડોક્ટરોની ટીમ પણ સારવાર કરી શકે છે. મંદિર પરિસરમાં આ એમ્બ્યુલન્સ દાદાને અર્પણ કરાઈ ત્યારે કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી, શા.સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પૂજન અર્ચન કરીને આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. આ પછી એમ્બ્યુલન્સ દાદાના દર્શને આવતા ભક્તોની જરૂરિયાત માટે સેવારત કરી હતી.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
