<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

કુતિયાણા પાસે સવા કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો :પશુ આહારના બાચકાઓની આડમાં દારૂની પેટી નંગ -810 સાથે કુલ બોટલો નંગ 14544 મળી

ટ્રક ડ્રાઈવર છાંયાના ભીમા નાથાભાઈની ધરપકડ : કરોડોનો દારૂ મંગાવનાર નાગકા ગામના રજુ અમરાભાઇનું નામ ખુલ્યું

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : કુતિયાણા પાસે રોછડાના પાટિયા પાસે 1,28 કરોડનો ઈંગ્લીશ દારૂ ભરેલી ટ્રકને પોલીસે પકડી લીધો હતો, ટ્રકમાં પશુ આહારના બાચકાની આડમાં દારૂની પેટી નંગ 810 કુલ બોટલો 14544 છુપાવેલ હતી 

   આ દારૂ ભરેલા ટ્રકના ડ્રાઈવર છાયાના ભીમા નાથાભાઈ ઉર્ફે નાથુભાઈ ઓડેદરાની પોલીસે ધરપકડ કરી છે,નાગકાના રજુ અમરાભાઇ કોળિયાતરે આ કરોડોનો દારૂ મંગાવ્યાનું ખુલતા પોલીસે રજુ સામે ગુન્હો નોંધ્યો છે 


 

(9:37 PM IST)