<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

સુરેન્દ્રનગરના પાટડીમાં ભીષણ આગ : વિરમગામ રોડ પર રહેણાંક વિસ્તાર પાસે આવેલા ખેતરમાં આગ લાગી

નગરપાલિકાના ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો : ખેડૂતને ખેતરમાં આગ લાગી જતા ભારે નુકસાન પહોંચ્યું

સુરેન્દ્રનગરના પાટડીમાં લાગી ભીષણ આગની ઘટના બની હતી. વિરમગામ રોડ પર રહેણાંક વિસ્તાર પાસે આવેલા ખેતરમાં આગ લાગી ગઇ હતી. ખેતરમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. નગરપાલિકાના ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે. પાટડીમાં ખેતરમાં લાગેલી આગમાં જો કે કોઇ જ જાનહાની થઇ નથી. બીજી તરફ આગ લાગવાનું કારણ અકબંધ છે. જો કે ખેડૂતને ખેતરમાં આગ લાગી જતા ભારે નુકસાન પહોંચ્યું છે.

 


 

(11:23 PM IST)