<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

વિરમગામ બસ સ્‍ટેન્‍ડમાં આંગડીયા પેઢીના બોપલના યુવાનને લૂંટી લેનારા ચાર ઝડપાયા

દિવાળી ધામધૂમથી ઉજવવા અપહરણની યોજના બનાવી હતી

વઢવાણ તા.૨૧: વિરમગામ બસ સ્‍ટેન્‍ડમાં ગત ૧૩મી ઓક્‍ટોબરના રોજ આંગડિયા પેઢીમાં કામ કરતાં અમદાવાદના બોપલ રહેતા દિનેશ વાડીલાલ સોનીનું ચાર શખ્‍સોએ અપહરણ કરી ૧૫ હજારની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. બનાવ અંગે વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

અમદાવાદ ગ્રામ્‍ય એલસીબી ટીમ અને વિરમગામ ટાઉન પોલીસે સીસીટીવી તેમજ હુમન સોર્સથી મળેલી બાતમીના આધારે (૧) પારસ ધર્મેશભાઈ સાધુ (રહે. વઢવાણ સ્‍ટેશન રોડ, સુરેન્‍દ્રનગર) (૨) મયુર અરજણભાઈ હોડા (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, સાણંદ) (૩) રાકેશ દેવશીભાઈ રોજાસરા (રહે શિયાવાડા ગામ, તા.સાણંદ) (૪) ઉમેશ મેલાભાઈ સોળમીયા (રહે. શિયાવાડા ગામ, તા.સાણંદ)ને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.આરોપીઓની પુછપરછ દરમિયાન દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા લૂંટની યોજના બનાવી હતી એક મહિના અગાઉ રેકી કરી લૂંટ વિથ અપરણના ગુનાને અંજામ આપ્‍યો હતો.

(11:55 AM IST)