News of Tuesday, 21st October 2025
શુક્રવારથી પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં શ્રીરામયાત્રા
વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામ જયાંથી પસાર થયા હતા ત્યા કથાનું રસપાન કરાવશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૨૧: પુ. મોરારીબાપુનું જીવન પર બ્રહ્મ સ્વરૂપ ભગવાન રામને સમર્પિત છે. બાપુએ ઘણીવાર એ વાતનો ઉલ્લેખ કરેલો છે કે મારી જીભ ભગવાન રામ માટે પેટન્ટ કરેલી છે.તેથી જ રામના જીવન યાત્રાના તમામ સ્થળો પર બાપુએ રામ ગુણગાનનું ભવ્ય અને દિવ્યનું ગાન કરેલું છે. તેમાં વધુ એક પ્રસંગ અને ઘટના,દિવ્યતાનું છોગું કહી શકાય તેવી ઉમેરાઈ રહી છે.
ભગવાન શ્રીરામની વનગમન યાત્રા જ્યાંથી પ્રારંભ થઈ હતી તે ચિત્રકૂટ ધામથી શરૂ થઈને અયોધ્યામાં રામ રાજ્યાભિષેક સાથે સમાપન થઈ હતી. આ સમગ્ર યાત્રા જ્યાં જ્યાંથી પસાર થઈ રામ ભગવાનના ચરણ જ્યાં જ્યાં પડ્યા તે સ્થળો પર જઈને રામનું સ્મરણ ચિંતન અને મનન કરવાનો પ્રસંગ પુ.બાપુએ સાકાર કર્યો છે.તેઓશ્રીના પરમ પાવન માર્ગદર્શન અને આશીર્વાદથી સંપન્ન થઈ રહ્યો છે.આ કથાના સ્થળો પર નવ દિવસ સુધી તેનું ગાન થઈને એક ઐતિહાસિક ઘટના મૂર્તરૂપ બનવા તરફ ગતિ કરી દે છે.
વિગતો મુજબ આ રામયાત્રા ટ્રેન, અને હવાઈ માર્ગે સંપન્ન થશે તેમ જાણવા મળે છે.આ ટ્રેન તારીખ ૨૪ ના રોજ દિલ્હીથી પ્રારંભ થશે.તા.૨૫ ના રોજ પ્રથમ દિવસની કથા યોજાશે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
