<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

ભાવનગરના ટીવી કેન્દ્ર નજીક તબીબના મકાનમાં ભીષણ આગ :તબીબ સહિત તેમના પરિવારના છ સભ્યો દાઝ્યા

તમામ ઈજાગ્રસ્તો ICUમાં સારવાર હેઠળ : જેમાંથી એકની હાલત ગંભીર

ભાવનગરના ટીવી કેન્દ્ર નજીક આવેલા એક તબીબના નિવાસસ્થાને ભીષણ આગ લાગી હતી, જેમાં તબીબ સહિત તેમના પરિવારના છ સભ્યો આગની ઝપેટમાં આવી ઈજાગ્રસ્ત થયા હતા. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તો ICUમાં સારવાર હેઠળ છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાના કારણની તપાસ ફાયર વિભાગ દ્વારા ચાલુ રાખવામાં આવી છે.

(12:56 AM IST)