News of Wednesday, 22nd October 2025
જામનગરમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે ખૂની ખેલ :ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયા બા યુવકની હત્યા
અંધાશ્રમ આવાસ વિસ્તારમાં થયેલી આ ઘટનામાં છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો

જામનગરમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે એક ભયાનક બનાવ સામે આવ્યો છે, જ્યાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયા બાદ 40 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી. અંધાશ્રમ આવાસ વિસ્તારમાં થયેલી આ ઘટનામાં છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે. ઉજવણીના આનંદ વચ્ચે ખૂની ખેલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
