<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

ભાવનગર મ્‍યુનિસીપલ કોર્પોરેટરમાં વિવિધ જગ્‍યાઓ ઉપર ભરતીની જાહેરાત

વહીવટી અધિકારીથી લઇ સ્‍ટાફ નર્સ સુધીની કુલ ૭૦ જગયાઓ પર લાકય ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવાઇ

ભાવનગરઃ ગુજરાતમાં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઓજસ ગુજરાત દ્વારા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. વહિવટી અધિકારીથી લીને સ્ટાફ નર્સ સુધીની કૂલ 70 જગ્યાઓ પર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Ojas New Bharti 2025 અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરીઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વન માહિતી અહીં આપેલી છે.

સંસ્થા

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC Bharti 2025)

પોસ્ટ

વહિવટી અધિકારીથી લીને સ્ટાફ નર્સ સુધી વિવિધ

જગ્યા

70

એપ્લિકેશન મોડ

ઓનલાઈન

વય મર્યાદા

વિવિધ

અરજી કરવાની છેલ્લી તારીખ

8-11-2025

ક્યાં અરજી કરવી

https://ojas.gujarat.gov.in/

પોસ્ટ

જગ્યા

વહિવટી અધિકારી

1

નાયબ કાર્યપાલક ઈજનેર(સીવીલ)

1

સેનેટરી ઈન્‍સ્પેક્ટર

1

સ્ટાફ નર્સ

5

ટેકનીકલ આસીસ્ટન્ટ (ઇલેકટ્રીકલ)

2

ફાર્માસીસ્ટ

1

સ્ટેનોગ્રાફર (ગુજરાતી)

1

સ્ટેનોગ્રાફર (અંગ્રેજી)

1

ફિમેલ હેલ્થ વર્કર

30

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)

27

કુલ

70




 

ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ વય મર્યાદા રાખવામાં આવી છે. જે તે પોસ્ટ માટે વય મર્યાદા વિશે વધારે જાણવા માટે ઓજસની વેબસાઈટ પર જઈને જે તે પોસ્ટનું નોટિફિકેશન વાંચવું.

BMC Bharti 2025 અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ મળવા પાત્ર રહેશે. જોકે, ઉમદેવરોએ જે તે પોસ્ટના પગાર ધોરણ વિશે માહિતી જાણવા માટે https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર પોસ્ટનું નોટિફિકેશન વાંચવું.

અરજી કેવી રીતે કરવી?

  • ઓજસ અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને BMC સિલેક્ટ કરવું
  • ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
  • અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
  • અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

(1:43 PM IST)