<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

જવાહર ચાવડા ફરી એકશન મોડમાં, લાંબા સમય પછી ભાજપના કાર્યક્રમમાં જોવા મળ્યા

નવા શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાના સન્‍માન સમારોહમાં હાજરી, જવાહર ચાવડા છેલ્‍લા ઘણા સમયથી સંગઠનના કાર્યક્રમોમાં દેખાતા ન હતા, વિસાવદરની પેટા ચૂંટણીમાં પણ ગેરહાજર રહ્યા હતા

જુનાગઢઃ  નવા શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાના સન્માન સમારોહમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.  જુનાગઢમાં આ સમારોહ માત્ર સન્માન પૂરતો સીમિત ન રહેતા, તેમાં જાણે 3 તાલીના ઢોલ વાગ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ રહ્યું કે લાંબા સમયથી ભાજપના સત્તાવાર કાર્યક્રમોથી અળગા રહેલા પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ તેમાં હાજરી આપી હતી.

ચાવડા છેલ્લા ઘણાં સમયથી સંગઠનના કાર્યક્રમોમાં દેખાતા ન હતા, તેઓ વિસાવદરની મહત્વની પેટાચૂંટણીમાં પણ ગેરહાજર રહ્યા હતા. જોકે, પ્રદ્યુમન વાજાના આ સમારોહમાં તેમની હાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ જાતે પ્રદ્યુમન વાજાને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું, જે ભાજપમાં જૂના અને નવા નેતાઓ વચ્ચેના સંબંધો સુધર્યા હોવાના સંકેત આપે છે.

(4:00 PM IST)