<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

બોટાદના પાળીયાદ ખાતે વિસામણબાપુની જગ્યા પર પણ દિવાળી પર્વે ભક્તોની ભીડ

લાખો લોકોના આસ્થાનું કેન્દ્ર ગણાતું વિહળ ધામ આ અવસરે ભક્તિ અને આનંદના રંગોથી છલકાયું

બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે વિસામણબાપુની જગ્યા પર પણ દિવાળી પર્વે ભક્તોની ભીડ જોવા મળી. ભાઈબીજના દિવસે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. લાખો લોકોના આસ્થાનું કેન્દ્ર ગણાતું વિહળ ધામ આ અવસરે ભક્તિ અને આનંદના રંગોથી છલકાયું હતું. યાત્રાળુઓ માટે રહેવા-જમવાની સુવિધાસભર વ્યવસ્થા હોવાથી સૌમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો 

  દિવાળી વેકેશન દરમ્યાન સમગ્ર ગુજરાતમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ ભક્તિ, આનંદ અને વેપારની ચહલપહલ જોવા મળી રહી છે. દ્વારકા થી અંબાજી, કચ્છ થી પાળીયાદ — દરેક ધામે દિવાળી પર્વને ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવતા ગુજરાતની ધરતી ફરી એકવાર ભક્તિ અને સંસ્કૃતિના રંગોથી રેલાઇ ઉઠી છે.

 

(7:53 PM IST)