<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

જામનગર ખોડીયાર કોલોની સમ્રાટનગરમાં જાહેરમા જુગાર રમતા ચાર આરોપીઓને પકડી પાડતી જામનગર એલ.સી.બી.

ચાર આરોપીઓને રોકડ રૂપીયા, ગંજીપતાના, સી.એન.જી રીક્ષા મળી કુલ રૂ. ૨,૧૦,૭૦૦ના મુદામાલ સાથે પકડી પડાયા

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના મયુદિનભાઇ સૈયદ તથા અરજણભાઇ કોડીયાતર ને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં ખોડીસયાર કોલોની સમ્રાટનગરમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ચાર શખ્શોના કબ્જામાંથી રોકડ રૂ. ૧૦,૭૦૦/- ગંજીપતા કિસી.એન.જી. રીક્ષા કિ.રૂ. ૨,૦૦,૦૦,૦/- મળી કુલ રૂ. ૨,૧૦,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ પો.હેડ કોન્સ. ધમેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ ઘનશ્યામભાઈ ડેરવડાળીયા નાઓએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ  (૧)આરીફભાઇ હૈદદરભાઇ મીન્સારીયા (રહે-ખોડીયાર કોલોની સમ્રાટનગર જામનગર) (૨) દિલવારભાઈ મેહબુબભાઇ હેમનાણી (રહે-ખોડીયાર કોલોની,નિલકમ શેરી-૪ જામનગર) (૩) અમીનભાઇ નિજારઅલી મીન્સારીયા (રહે-ખંભાળીયા) (૪) અકબર સદરૂદીન ઇશાણી જાતે ખોજા (રહે-ખોડીયાર કોલોની,નિલકમ શેરી-૪, જામનગર) 
   આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા,ભરતભાઈ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(9:24 PM IST)