News of Friday, 24th October 2025
ધ્રોલ: ગોકુલ પાર્ક-૨ માં બેસતાં વર્ષે મકાનમાંથી રોકડ અને દાગીના સહિત કુલ ૮૦, હજાર ની ચોરી..
મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ મકાનના રૂમમાં આવેલા કબાટનો લોક તોડી, અંદરની તિજોરીનો પણ લોક તોડીને તિજોરીમાં રાખેલા રોકડ રૂપીયાચોરી

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ શહેરના ગોકુલ પાર્ક-૨ વિસ્તારમાં બેસતા વર્ષે મોડી રાત્રે તારીખ ૨૨/૧૦/૨૦૨૫ ના મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોરએ રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
ચોરી થયેલા માલમત્તાની કુલ કિંમત રુ ૮૦,૦૦૦/- આંકવામાં આવી છે.
ફરિયાદી પરેશભાઇ નારણભાઇ દલસાણીયા (પટેલ) (ઉ.વ. ૪૯)( રહે. હાલ-ગોકુલ પાર્ક-૦૨, ધ્રોલ)ના જણાવ્યા મુજબ, તારીખ ૨૨/૧૦/૨૦૨૫ ના ૧:૦૦ વાગ્યાથી ૦૫:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન તેમના રહેણાંક મકાનને ચોરીનો શિકાર બનાવવામાં આવ્યું હતું.
કોઈ અજાણ્યા ચોરે ફરિયાદીના રહેણાંક મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ મકાનના રૂમમાં આવેલા કબાટનો લોક તોડી, અંદરની તિજોરીનો પણ લોક તોડીને તિજોરીમાં રાખેલા રોકડ રૂપીયા રુ ૩૦,૦૦૦/- તથા સોના-ચાંદીના દાગીના જેની કિંમત આશરે રુ ૫૦,૦૦૦/- મળી, કુલ રૂ. ૮૦,૦૦૦/- ની રોકડ તથા માલમત્તાની ચોરી કરી અજાણ્યો ચોર ફરાર થઇ ગયો હતો.
આ બનાવ અંગે ફરિયાદી પરેશભાઇ દલસાણીયાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમ સામે ફરીયાદ નોધાવી ધ્રોલ પોલીસે ગુનો નોંધી, અજાણ્યા ચોરને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
