<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

જુનાગઢમાં એક તરફી પ્રેમમાં યુવતિને છરી મારનાર રૂત્‍વીક પકડાયો

ધોકાના દિવસે જુનાગઢ દોલતપરા વિસ્તારમા એક તરફી પ્રેમ પ્રકરણમા પ્રેમીકાને મારી નાખવના ઇરાદે પેટના ભાગે છરી મારનાર આરોપીને તાત્કાલીક પકડી પાડતી જુનાગઢ “એ” ડીવીઝન પોલીસ

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા  તથા પોલીસ અધિક્ષક  સુબોધ ઓડેદરા  નાઓએ ગંભીર પ્રકારના ગુન્હો કરનાર આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા અને અટક કરવા કડક સુચનાઓ કરેલ હોય.
ગઇ તા-૨૧/૧૦/૨૦૨૫ ના રોજ સીવીલ હોસ્પીટલમા ફરીયાદીએ ફરીયાદ આપેલ કે,ફરીની આ કામના આરોપી સાથે સગાઇની વાત ચાલતી હોય અને ફરીયાદીએ સગાઇની ના પાડેલ તે વાતનો ખાર રાખી આ કામના આરોપીએ ફરીયાદીને પેટના ભાગે મારી નાખવાના ઇરાદે છરીનો એક જીવલેણ ઘા મારી ઇજા કરી, જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપેલનો બનાવ બનેલ હોવાની ફરીયાદ આપતા અત્રે એ ડિવી પો.સ્ટે.માં ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૫૧૦૬૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૯(૧). ૨૯૬(બી), ૩૫૧(૩) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મજુબનો ગુન્હો રજી કરવામાં આવેલ હોય, અને આ ગુન્હાના કામે આરોપીને પકડવાનો બાકી હોય
જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક  હિતેષ ધાંધલ્યા ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.કે.પરમાર નાઓએ એ આ ગુન્હાના આરોપીને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને એ.એસ.આઇ.વી.ડી.ગામીત તથા પો.હેડ.કોન્સ એસ.બી.રાઠોડ નાઓએ આ કામના આરોપીને બનાવ વખતે ઉપયોગ કરેલ છરી સાથે પકડી પાડેલ તેમજ આ કામની આગળની તપાસ પો.ઇન્સ આર.કે.પરમાર નાઓએ સંભાળેલ છે.
પકડાયેલ આરોપીઓમાં  રૂત્વીક ગોપાલભાઇ સોલંકી ઉ.વ.-૨૫ રહે-જુનાગઢ બીલખા રોડ કર્મચારી નગર
આ કામગીરીમાં એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.  આર.કે.પરમાર તથા એ એ.એસ.આઇ.વી.ડી.ગામીત તથા પો.હેડ.કોન્સ એસ.બી.રાઠોડ તથા એસ.એ.કારેથા તથા એમ.યુ.અબડા નાઓએ સાથે રહી સારી કામગીરી -કરેલ છે.

(1:19 PM IST)