<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

માંગરોળના દિવાસા ગામ પાસેની કેનાલમાં પડતા સિંહનું મોત

ઘાસમાં ફસાઈ જતાં ડૂબી જવાથી મોત થયાનું અનુમાનફ મૃતદેહ પોસ્‍ટમોર્ટમ માટે મોકલાયો

જુનાગઢઃમાંગરોળમાં એક સિંહણનું કેનાલમાં અકસ્માતે ડૂબી જતાં મોત નીપજ્યું હોવાની દુ:ખદ ઘટના બની છે. સવારે 5 વાગ્યે દિવાસા ગામનાં રહેણાક વિસ્તારમાં સિંહણ ઘૂસી આવી હતી, જેનાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ટીમ ત્ફોયાં પહોંચી હતી અને સિંહણને રેસ્ક્યૂ કરી બહાર કાઢી. દુર્ભાગ્યે, કેનાલમાં અકસ્માતે પડી જતાં અને ઘાસમાં ફસાઈ જતાં તે ડૂબી હતી.

જોકે, રેસ્ક્યૂ કર્યા બાદ સિંહણ ત્યાંથી જતી રહી હતી. પરંતુ, ત્યાર બાદ દિવાસા ગામ નજીક આવેલ કેનાલમાં સિંહણ અકસ્માતે પડી ગઈ હતી. તેના પગ કેનાલની ઘાસમાં ફસાઈ જતાં તે ડૂબી ગઈ હતી, જેનાં કારણે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને સિંહણનાં મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે અમરાપુર કેર સેન્ટર મોકલ્યો છે. અધિકારીઓનું અનુમાન છે કે ઘાસમાં ફસાવાનાં કારણે તેનું મોત થયું. આ ઘટનાએ વન્યજીવ સંરક્ષણનાં પડકારો ઊજાગર કર્યા છે. ફોરેસ્ટ વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(4:18 PM IST)