News of Friday, 24th October 2025
જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા વેરાવળના 3 યુવાનને બાબરીયા રેન્જના અધિકારીએ ઝડપ્યા
વનવિભાગે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડ પૂર્ણ થતા જૂનાગઢ જેલ હવાલે કરાયા

ગીર સોમનાથના જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા વેરાવળના 3 યુવાનને બાબરીયા રેન્જના અધિકારીએ ઝડપી જસાધાર RFOને સોંપ્યા છે. ત્રણેય યુવકો પર શંકા જતા વનવિભાગ દ્વારા તેના મોબાઈલ ચેક કરતા ભાંડો ફૂટ્યો હતો. વનવિભાગે ઝડપાયેલા શખ્સોના મોબાઇલ તપાસતા સિંહ પજવણીના વીડિયો મળી આવ્યા હતા. વનવિભાગે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડ પૂર્ણ થતા જૂનાગઢ જેલ હવાલે કરાયા છે. આગામી સુનાવણી 27 ઓક્ટોબર ના રોજ થશે. વનવિભાગે કાર અને મોબાઈલ કબ્જે કર્યા. બાબરીયા રેન્જના પણ વીડિઓ મોબાઇલમાં મળી આવેલ છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
