<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

દરેડ જી.આઇ.ડી.સી. સેનોર ચોકડીથી આગળ જાહેરમા રોન પોલીસનો જુગાર રમતા આઠ શખ્શોને ઝડપી લેતી પંચકોશી બી ડીવીઝન પોલીસ

પ્લોટ નં.૩૯૦૭ ની સામે જાહેરમાં જુગાર રમતા આઠ લોકોને રૂપિયા 10.200ના મુદામાલ સાથે ઝડપી લેવાયા

જામનગર : પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર રાજકોટ વિભાગનાઓ દ્રારા પ્રોહી/જુગારની ગેરકાયદેસર પ્રવ્રુતી નેસ્ત નાબુત કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો રવી મોહન સૈનીનાઓએ પ્રોહી જુગારના કેશો શોધી અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય તથા જામનગર લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતીભાનાઓના માર્ગદર્શન મુજબ પ્રોહી/જુગારના કેશો સોધી કાઢવા માટે પો.ઇન્સ વી.જે.રાઠોડ પંચકોશી બી ડીવી. પો.સ્ટે. નાઓ પ્રયત્નશીલ હતા

તે દરમ્યાન પંચકોશી બી ડીવી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. નિર્મળસિંહ રાઠોડ તથા જયપાલસિંહ જાડેજા તથા રાજદીપસિંહ જાડેજાનાઓને મળેલ સયુક્ત બાતમીના આધારે દરેડ જી.આઈ.ડી.સી. સેનોર ચોકડીથી આગળ પ્લોટ નં.૩૯૦૭ ની સામે જાહેરમાં ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી હકીકત મળતા નીચે જણાવેલ નામ વાળા આઠ શખ્શોને કુલ રોકડ રૂપીયા.૧૦,૨૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી નિર્મળસિંહ રાઠોડ નાઓએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ એસ.એચ.જીલરીયા નાઓએ જુગાર ધારા કલમ-૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આરોપીઓના નામ (૧) સુરેન્દ્ર ઇન્દુર યાદવ રહે. દરેડ જી.આઈ.ડી.સી ક્રિષ્ના પાણીના પ્લાન્ટની બાજુમાંતા.જી.જામનગર (૨) રાજકુમાર પ્રેમલાલ યાદવ રહે-પિપરીયા ગામ ગણેશ કંમ્પનીમા તા.ગોડલ જી.રાજકોટ (૩) હરેકુષ્ણકુમાર છેડીશાહ હલવાઇ રહે-દરેડ શીવમ પાર્ક ગોવિંદભાઈના મકાનમાં તા.જી.જામનગર (૪) બિરેન પુરન યાદવ રહે-દરેડ પી.એચ.સી સેન્ટરની ખોલીમા તા.જી.જામનગર (૫) રનમત જગદીશ યાદવ રહે-દરેડ પી.એચ.સી સેન્ટરની બાજુમાં ખોલીમાં   ા.જી.જામનગર(૬) સંજીવ રામવીલાસ ઝુખીયા રહે- દરેડ શીવમ પાર્ક જયેશભાઈ નંદાના મકાનમાં તા.જી.જામનગર (૭) શિવકુમાર શ્રીબીન્દીકુમાર મંડલ રહે-દરેડ પી.એચ.સી સેન્ટરની બાજુમાં ખોલીમાં તા.જી.જામનગર
(૮) રામલાલ રઘુવીર યાદવ રહે-દરેડ પી.એચ.સી સેન્ટરની બાજુમાં ખોલીમાં તા. જી.જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.જે.રાઠોડ તથા એ.એસ.આઈ. એસ.એચ જીલરીયા તથા પો.કોન્સ જયદીપસિંહ જાડેજા તથા જયપાલસિંહ જાડેજા તથા રાજદીપસિંહ જાડેજા તથા નિર્મળસિંહ રાઠોડ તથા મેહુલભાઇ વિસાણી નાઓ દ્વારા કરવામા આવી હતી 

(10:11 PM IST)