News of Saturday, 25th October 2025
પોરબંદર જિલ્લાનો ખાણ ઉદ્યોગ ધમધમતો કરવા ખાણ મજૂરોની વન મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાને રજૂઆત
ભૂતકાળમાં 400 થી વધુ ખાણોને પરવાના હતા તે તમામ ખાણો આજે બંધ હાલતમાં છે. જેને ફરીથી શરૂ કરવા અને લોકોને રોજગારી મળે એવી રજૂઆત

પોરબંદર જિલ્લાનો ખાણ ઉદ્યોગ ધમધમતો કરવા ખાણ મજૂરોએ કરી વન પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાને રજૂઆત. પોરબંદરનો એક માત્ર ખાણ ખનીજ ઉદ્યોગ જેમાં પથ્થરોનું ઉત્પાદન થાય છે, જેમાં હજારો મજૂરોને રોજગારી મળે છે. ભૂતકાળમાં 400 થી વધુ ખાણોને પરવાના હતા તે તમામ ખાણો આજે બંધ હાલતમાં છે. જેને ફરીથી શરૂ કરવા અને લોકોને રોજગારી મળે એવી રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદર સર્કિટ હાઉસ ખાતે પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ને 450 થી વધુ ખાણકામ કરતા મજૂરીએ રોજગારી મળે તેવા પ્રયાસ કરવા રજૂઆત કરી હતી
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
