News of Saturday, 25th October 2025
જુનાગઢ: માળિયા હાટીના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો
ખેડૂતોએ સૂકવવા મૂકેલા મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો

જુનાગઢ: માળિયા હાટીના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે . શહેર સહિત આસપાસના ગામોમાં માવઠાએ કેર વરસાવ્યો છે . અણધાર્યા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોએ સૂકવવા મૂકેલા મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. માંગરોળ નજીક ચોરવાડ તેમજ આસપાસના પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે . હાલ ખેતરમાં મગફળની પાથરા મૂકેલા હોવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. કમોસમી વરસાદ વરસતા મગફળીના પાકને નુકસાનની ભીતિ છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
