<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

ભાવનગરના રસાલા કેમ્પમાં એક યુવકની હત્યા : . ખેતા ખાટલીના ગામ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો

યુવકના જ બે મિત્રએ હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન

ભાવનગરના  રસાલા કેમ્પમાં એક યુવકની હત્યા કરી દેવાઈ છે. ખેતા ખાટલીના ગામ પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકના જ બે મિત્રએ હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પરિવારજનોએ યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતકના મિત્રોની આકરી પૂછપરછ હાથ ધરી છે.

(9:11 PM IST)