લગ્નના ૨૦ દિ' પહેલા આરતીનો આપઘાત 2:40 PM
News of Sunday, 26th October 2025
માળીયા (મીં ) ના કુંભારિયા ગામના મકાનમાં જુગાર રમતા મકાનમાલિક સહીત સાત ઝડપાયા.
પોલીસે સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૪૦,૨૦૦ જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : કુંભારિયા ગામના રહેણાંક મકાનમાં જુગારધામ પર દરોડો કરી પોલીસે જુગાર રમતા મકાન માલિક સહીત સાત શખ્સોને ઝડપી લઈને રોકડ રૂ ૪૦,૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કુંભારિયા ગામે રહેતો જેસિંગ મહાદેવ દેગામાં [પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા જેસિંગ મહાદેવભાઈ દેગામાં, જયંતી રામજીભાઈ કૈલા, નાથા શંકરભાઈ દેગામાં, ત્રિકમજી રામજીભાઈ પંચાસરા (રહે ચારેય કુંભારિયા તા. માળિયા) તેમજ ભગવાનજી બચુભાઈ ધામેચા, કિશોર હરજીભાઈ મેવાડા અને રાજેશ ગોવિંદભાઈ ધંધાણીયા (રહે ત્રણેય ખાખરેચી તા. માળિયા) એમ કુલ સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૪૦,૨૦૦ જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
