News of Sunday, 26th October 2025
મોરબીના ચાચાપર ગામે ઝેરી દવા પી યુવકનો આપઘાત
ગામના પાણીના ટાંકા પાસે ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડાયો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું .

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા વિમલભાઈ હીરાભાઈ સોમકીયા ઉ.વ.44 ) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગામના પાણીના ટાંકા પાસે ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
