News of Monday, 27th October 2025
મેટોડા જીઆઇડીસીમાં જયરાજભાઇ જેવા દેખાતા પૃથ્વીભાઇ ઉપર ધોકાથી હુમલો
ઉપલેટામાં રિતીક વાઘવાણી અને તેના ભાઇ ઉપર બે ભાઇઓનો હુમલો

રાજકોટ તા. ર૭ :.. મેટોડા જીઆઇડીસીમાં અગાઉ જયરાજભાઇ સાથે માથાકુટ થઇ હોઇ તેના જેવા જ દેખાતા યુવાન પર છ શખ્સોએ હુમલો કરતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ કોડીનારના આલીદળ ગામનો વતની હાલ મેટોડા જીઆઇડીસી રીયલ હાઇટસ એ-૧૦૦૧ માં રહેતો પૃથ્વી ભાણાભાઇ મોરી (ઉ.વ.રપ) એ મેટોડા પોલીસ મથકમાં ભાર્ગવ ડાંગર તથા પાંચ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. પૃથ્વીએ ફરીયાદમાં જણાવ્યું છે કે અગાઉ જયરાજભાઇ સાથે આરોપીઓને માથાકુટ થઇ હતી. અને પૃથ્વી આ જયરાજભાઇ જેવો જ દેખાતો હોઇ આરોપી ભાર્ગવ ડાંગર સહિતના છ શખ્સોએ તેને જયરાજભાઇ સમજી ગાળો આપી ધોકાવડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવાને મેટોડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જયારે બીજા બનાવમાં ઉપલેટાના દરબાગઢ સિકંદર શેરીમાં રહેતો રૂતીક મહેન્દ્રભાઇ વાઘવાણી (ઉ.વ.ર૪) ના ભાઇ મોહસીન હિંગોરા સાથે મીત્રતા હોઇ જે બાબતનો ખાર રાખી રીતિક ગઇકાલે સુવા પ્લોટ પાસે હતો. ત્યારે યુનુસ હારૂનભાઇ કટારીયા, અકાડી હારૂનભાઇ કટારીયા (રહે. બંને ઉપલેટા) એ આવી ગાળો આપી લાકડાના ધોકાવડે માર મારતા હાથ તથા પગના ભાગે ઇજા કરી હતી. તથા તેના ભાઇને માર ારી વાંસાના ભાગે ઇજા કરી હતી. આ અંગે ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
