<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

રાજુલામાં ચાંચબંદર-પટવા રોડ પાણીમાં ગરકાવ થતા ભારે હાલાકી : સમઢિયાળા બંધારનું પાણી ફરી વળતા રસ્તો બંધ

લોકોએ જેસીબીની મદદથી 3 પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી: રસ્તા પર પાણી ભરાતા એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી.

અમરેલી જિલ્લાના રાજુલામાં ચાંચબંદર-પટવા રોડ પાણીમાં ગરકાવ થતા  હાલાકી સર્જાઈ છે. સમઢિયાળા બંધારનું પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. લોકોએ જેસીબીની મદદથી 3 પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. રસ્તા પર પાણી ભરાતા એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. મેડિકલ ઈમરજન્સીમાં રસ્તો બંધ થતા ભારે હાલાકી સર્જાઈ છે.  

 રાજુલા અને જાફરાબાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાજુલા પંથકમાં જુદા જુદા 3 સ્થળે રેસક્યુની કામગીરી કરવામાં આવી.  આ દરમિયાન  50થી 100 લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તમામ લોકોનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે રાજુલામાં એક ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે.

 


 

(7:09 PM IST)