<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

મોરબીની મચ્છુ-3 ડેમમાં વરસાદના પગલે પાણીની આવક થતા એક ગેટ ખોલાયો.

મચ્છુ-3 ડેમમાં પણ 78 ક્યુસેક પાણીની આવક થતા એક ગેટ એક ઇંચ ખોલવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે માવઠું વરસ્યું છે. જેને પગલે અનેક ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેમાં મચ્છુ-3 ડેમમાં પણ 78 ક્યુસેક પાણીની આવક થતા એક ગેટ એક ઇંચ ખોલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ ડેમ 100 ટકા ભરાયેલો છે. એટલે જેટલા પાણીની આવક થઈ રહી છે. તેટલું પાણી ગેટ ખોલીને જવા દેવામાં આવી રહ્યું છે.

(7:24 PM IST)