હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીના લાલપર ગામે મામાને ઘરે ગયેલ છ માસની બાળકીનું દીવાલ હેઠળ દબાઈ જતા મોત.
પાર્ક કરેલ વાહન રડી ગયુ હતું અને દિવાલ સાથે ટકરાતા દિવાલ પડી ગયેલ હોય દિવાલ હેઠળ છ વર્ષની બાળકી દબાઈ જતા તે બાળકીનું મોત નીપજ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે ગોજારો બનાવ બન્યો હતો.જેમાં પાર્ક કરેલ વાહન રડી ગયુ હતું અને દિવાલ સાથે ટકરાતા દિવાલ પડી ગયેલ હોય દિવાલ હેઠળ છ વર્ષની બાળકી દબાઈ જતા તે બાળકીનું મોત નીપજેલ છે.
આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા તથા સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ મોરબીના લીલાપર ગામે રહેતા પરિવારની મહેકબેન મનોજભાઈ કૈડ (રબારી) નામની છ વર્ષની બાળકી તેના મામાના ઘરે ગયેલ હતી.દરમ્યાનમાં ત્યાં મોરબીના લાલપર ગામે આ બનાવ બન્યો હતો.જેમાં તા.૨૬-૧૦ ના બપોરના અઢી વાગ્યાના અરસામાં લાલપર ગામે પાર્ક કરેલી બોલેરો કાર રડી ગયેલ હોય અને તે કાર દિવાલની સાથે અથડાતા દિવાલ પડી ગઈ હતી.જે પડી ગયેલી દિવાલ હેઠળ દબાઈ જવાથી મહેકબેન કૈડ નામની છ વર્ષની બાળકીનું તેના મામાના ઘરે મોત નિપજયુ હોય બનાવ બાદ તેણીના ડેડબોડીને સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસ દ્વારા આ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
