તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 28th October 2025
ટંકારા પંથકમાં માવઠાનો કહેર: કમોસમી વરસાદે ખેડૂતોની મોલાત બગાડી : “સફેદ સોનું” ગણાતો કપાસ પણ કાળો થતો દેખાયો : જુઓ વિડીયો
મહેનતનો પાક હવે પાણીમાં તણાઈ ગયો,ખેતરોમાં કાદવ અને સડી ગયેલા પાકને કારણે ફરી વાવણી કે કાપણી મુશ્કેલ બની : ખેડૂતો મૂંઝવણમાં

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૮ : ટંકારા પંથકમાં બપોરથી શરૂ થયેલ માવઠું મોડી રાત સુધી મંડાણ કર્યુ. અણધાર્યા વરસાદે ખેતરોમાં ટાંડવ મચાવી દીધો છે અને પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. મામલતદાર કચેરી ખાતે આવેલા ફલડ કંટ્રોલ રૂમ મુજબ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ દોઢ ઇંચ (૩૬ એમએમ) વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પાકના મોલાતનો સોથ વાળી દીધો છે, મોઢે આવેલ કોળીઓ જુટવાઈ ગયો છે, માલઠોર માટેનો ચારો ભીંજાઈ બગડ્યો છે અને “સફેદ સોનું” ગણાતો કપાસ પણ કાળો થતો દેખાઈ રહ્યો છે.
ખેડૂતોમાં ભારે કકડાટ જોવા મળી રહ્યો છે. નેસડાના ખેડૂત ભગવાનજીભાઈ એ જણાવ્યું કે મહેનતનો પાક હવે પાણીમાં તણાઈ ગયો છે, ખેતરોમાં કાદવ અને સડી ગયેલા પાકને કારણે ફરી વાવણી કે કાપણી મુશ્કેલ બની છે. સ્થાનિક અગ્રણી મહેશ રાજકોટિયા એ સરકાર તાત્કાલિક પાક વીમા સર્વે તથા સહાય યોજના શરૂ કરવાની માંગ કરી છે જેથી નુકસાન પામેલા ખેડૂતોને રાહત મળી શકે.(તસવીર:ભાવિન સેજપાલ-ટંકારા)
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
