News of Tuesday, 28th October 2025
કાલે ખંભાળીયા, સલાયા, બેરાજામાં પૂ.જલારામ બાપાની જન્મજયંતી ઉજવાશે
પૂ.જલારામ બાપાની ઝાંખી, મહાપ્રસાદ, અન્નકુટ, ધ્વજારોહણ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૬: દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા તથા તાલુકાના સલાયા તથા વાગડી બેરાજા ગામે ર૯-૧૦-રપના બુધવારે જલારામ જયંતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળીયા જલારામ મંદીરમાં ર૮-૧૦-રપના રાત્રે નવ વાગ્યે લોહાણા મિત્ર મંડળ દ્વારા જલારામ બાપાની ઝાંખીનું આયોજન થયું છે. ર૯-૧૦-ના સવારે ૮ વાગ્યે જલારામ બાપાની મહા આરતી સાંજે ૬.૩૦ થી રાત્રીના ૧૦ સુધી ભવ્ય અન્નકુટ તથા સવારે નવ વાગ્યે ધ્વજારોહણ ૧૦૩૦ વાગ્યે દાતાશ્રીઓનુ સન્માન બપોરે ૧ર.૩૦ વાગ્યે મહાપ્રસાદ તથા સાંજે ચાર વાગ્યે લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા જલારામ મંદીરના ટ્રસ્ટીઓ તથા હોદેદારો ભાવેશ વિઠલાણી, હિતેન વિઠલાણી, રાજ પાબારી, મનીષ પાબારી તથા ધીરેનભાઇ બદીયાણી દ્વારા અનુરોધ કરાયો છે.
સલાયા
ખંભાળીયાના સલાયા ગામે પણ જલારામ સેવા સમીતી શ્રી જલારામ મંદીર અન્નક્ષેત્ર સમસ્ત હિન્દુ સમાજ તથા સલાયા લોહાણા મહાજન દ્વારા ઉજવણીનું આયોજન થયું છે.
આ કાર્યક્રમમાં સવારે ૧૦ વાગ્યે નુતન ધ્વજારોહણ થશે. જેની પુજામાં વિપુલભાઇ નરોતમભાઇ સાયાણી તથા દેવેન્દ્રસિંહ જટુભા જાડેજા જોડાશે. પુજા અર્ચના પછી વાજતે ગાજતે જલારામ બાપાની શોભાયાત્રા નીકળશે અને બપોરે સલાયા લોહાણા મહાજન વાડી ખાતે સમસ્ત હિન્દુ સમાજનું સમુહ ભોજન પણ રાખવામાં આવેલ છે.
બેરાજા
બેરાજામાં પૂ. જલારામ બાપા જન્મજયંતી અંતર્ગત બટુક ભોજન તથા ૧૧.૩૦ વાગ્યે નુતન ધ્વજારોહણ બાર વાગ્યે મહાપ્રસાદી તથા આરતીનું આયોજન થયું છે. અમેરીકાના વતની અવનીશભાઇ પોપટ, જયશ્રીબેન પોપટ, કૃપાબેન પોપટ, નીકીબેન પોપટ તથા બેરાજાના પ્રવીણભાઇ વિઠલદાસ દતાણી તથા જયેન્દ્રભાઇ વિઠલરામ દતાણી દ્વારા નિમંત્રણ અપાયું છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
