News of Tuesday, 28th October 2025
ભુજ નખત્રાણા હાઇવે ઉપર ખાડાએ લીધો બે યુવાનોનો ભોગઃ કાર ઝાડ સાથે ભટકાઈ
માતાના મઢ, નારાયણ સરોવર, લખપત પ્રવાસન સ્થળોને જોડતો સ્ટેટ હાઇવે જર્જરિત, વારંવારની રજૂઆતો એળે

ભુજ, તા., ર8: જર્જરિત રસ્તાઓ રિપેરિંગ થશે એવી સરકારની જાહેરાતો વચ્ચે ભુજના દેશલપર ગામે ખાડાવાળા રસ્તાએ બે યુવા જિંદગીઓનો ભોગ લેતા અરેરાટી છવાઈ છે.
ભુજ નખત્રાણા હાઇવે ઉપર દેશલપર ગામ પાસે કાર લીમડાના ઝાડમાં ભટકાતા કારમાં સવાર બે યુવાનો ભાવેશ રબારી (નવાનગર, નખત્રાણા) અને ભીખા રબારી (નાના અંગિયા, નખત્રાણા)નું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
ભુજથી નખત્રાણા, માતાના મઢ, નારાયણ સરોવર, લખપત જેવા પ્રવાસન સ્થળોને જોડતો રસ્તો જર્જરિત છે લાંબો સમય થયો વારંવારની રજૂઆતો છે પણ તંત્ર વિકાસના વિવિધ ઉત્સવોમાં વ્યસ્ત છે. અલ્ટ્રાટેક, સાંઘી જેવી મહાકાય સિમેન્ટ કંપનીઓ, પવનચક્કીની મહાકાય મશીનરીઓ અને માતાના મઢ લિગ્નાઇટ માઇન્સની ટ્રકો, ટ્રેઇલરો પણ આ રસ્તે જ નીકળે છે. ટોલ વસૂલાય છે પણ રસ્તા રીપેરીંગ કરાતા નથી એ દુર્ભાગ્યપૂર્ણ છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
