<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

સાયલાના ધાંધલપરમાં કામ બાબતે ચડભડ થતાં અનિતા ખાંભલાનો ઝેર પી આપઘાત

બાવીસ વર્ષની યુવતિએ રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. 28: સાયલાના તાબેના ધાંધલપર ગામે રહેતી 22 વર્ષની યુવતિએ વાડીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. અહિ તેનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. જાણવા મળ્‍યા મુજબ ધાંધલપર રહેતી અનિતાબેન દેવશીભાઇ ખાંભલા (ઉ.વ.22) નામની યુવતિએ ગઇકાલે વાડીએ ઝેરી દવા પી લેતાં સાયલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સારવારમાં મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ સાયલા ધજાળા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરી લેનારી અનિતાબેન બે ભાઇ અને ત્રણ બહેનમાં બીજા નંબરે હતી. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. ઘરમાં કામ બાબતે ચડભડ થતાં તેણીને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાની શક્‍યતા સગાએ જણાવી હતી. પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરીના મૃત્‍યુથી ખાંભલા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ  છે. 

(11:38 AM IST)