તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
કચ્છ કલેક્ટરના નામે જમીનનો નકલી હૂકમ કરનાર ભાગેડુ મહેસૂલી ક્લાર્ક ઝડપાયો

ભુજ, તા., ર8: નકલી કોર્ટ, નકલી સરકારી કચેરી, નકલી અધિકારીઓના સમાચારો વચ્ચે કચ્છમાં બિન્દાસ્તપણે કલેક્ટરના નામે હુકમ કરી દેનાર સરકારી મહેસૂલી કર્મચારીના પ્રકરણે ચકચાર, ચર્ચા સાથે સરકારની પ્રતિષ્ઠા સામે સવાલો સર્જ્યા છે.
ભુજને અડીને આવેલ રતિયા ગામની કિંમતી જમીન સંદર્ભે કલેક્ટરના નામે ઓર્ડર કરનાર મહેસૂલી ક્લાર્ક અનિલ ભીખાલાલ કરેણ સામે મામલતદાર અરુણ શર્મા જાતે પોલીસમાં ફરિયાદી બનતા આ જમીન પ્રકરણ ચર્ચાના ચકડોળે ચડ્યું હતું. જોકે, મોડી ફરિયાદ અને ફરિયાદ બાદ મોડે મોડે આરોપી ક્લાર્કની કરાયેલી ધરપકડને કારણે સરકારની ઢીલી કાર્યવાહી પણ લોકોમાં ચર્ચાનું કારણ બની રહી હતી. અંતે ભાગેડુ ક્લાર્ક અનિલ કરેણને ઝડપવામાં પヘમિ કચ્છ એલસીબી સફળ બની છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ આઈએએસ અધિકારી એવા કલેક્ટરની બોગસ સહી કરી નકલી સરકારી હુકમ કરવા પાછળ લાખોની તોડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે ઊંડી તપાસ કરાય તો મોટા કડાકા ભડાકા થઈ શકે છે. કચ્છમાં આથી અગાઉ પણ બોગસ ખેડૂત ખાતેદાર ઉપરાંત બોગસ દસ્તાવેજોને આધારે જમીન ખરીદ વેચાણના અનેક કિસ્સાઓ ફોજદારી ફરિયાદ સ્વરૂપે અને મહેસૂલી ફરિયાદ સ્વરૂપે સરકારી દફતરે ચડી ચૂકયા છે. (4.5)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
